અને HIT WICKET થયો હાર્દિક પંડ્યા
આઈપીએલની ૧૩મી સીઝન શરૂ થઈ ગઈ છે અને યુએઈના અબુ ધાબીમાં આજે પાંચમી મેચ રમાઈ. KKR – કોલકત્તા નાઈટ રાઈડર્સ અને MI – મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની આ મેચમાં KKR ના કેપ્ટન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્યણ કર્યો હતો.
પહેલા બેટિંગ કરીને મુંબઈ ઇન્ડિયન્સે ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૯૫ રન બનાવા. જેમાં રોહિત શર્માએ ૬ સિક્સર અને ૩ ફોર સાથે ૫૪ બોલમાં ૮૦ રન બનાવા હતા. સુર્યકુમાર યાદવે પણ ૨૮ બોલમાં ૪૭ રન બનાવ્યા હતા. મુંબઈના ૧૬ ઓવરમાં ૧૫૦ રન થઈ ગયા હતા અને વિકેટ પણ માત્ર ૩ પડી હતી. ત્યારે એવું લાગતું હતું કે મુંબઈના આજે ૨૦૦ કરતા વધારે રન થશે. પરંતું યુવા બોલર માવી અને એન્ડ્ર્યુ રસલની શાનદાર બોલિંગના કારણે મુંબઈ નો સ્કોર ૧૯૫ જ થઈ શક્યો.
ખતરનાક રીતે આઉટ થયો હાર્દિક…
૧૯મીં ઓવરની શરૂઆત. હાર્દિક પંડ્યા ૧૨ બોલમાં ત્રણ બાઉન્ડ્રી સાથે ૧૮ રન બનાવી ચૂક્યો હતો. એટલામાં આન્દ્રે રસલે એક ઓફ સાઇડમાં યોર્કર બોલ ફેંક્યો. હાર્દિક પંડ્યા તેને ઓફમાં કટ મારવા ગયો પણ બોલ સુધી તેનું બેટ પહોંચે તે પહેલા તેનું બેટ સ્ટમ્પમાં અડી ગયું અને એમ્પાયર આઉટ કહે તે પહેલા હાર્દિક પંડ્યા હસતા હસતા મેદાનની બહાર નીકળી ગયો.